આપણે જોયુ કે નફો વધે તો શેરનાં ભાવ વધી શકે અને નફો વધવાના થોડા કારણો પણ જોયા જેમકે
૧) Sales વધે ખાસ કરીને per unit value) વધે એટલેકે sales volume પહેલા જેટલું હોય તેના કરતા કાં તો થોડુ વધે પણ તેની Sales value એટલેકે પૈસા ની રીતે વધારે વધે . દાખલા તરીકે આગલા વરસે co. એ ૧૦૦૦ ટન કેમીકલ વહેચ્યું હોય જેની કીંમત 10 Rs/KG હોય પણ આ વરસે તેણે ૧૧૦૦ ટન વહેચાણ કર્યુ હોય અને તેની કીંમત 12 Rs/KG હોય એટલે કે આગલા વરસ કરતા તે 20% વધારે ભાવથી વહેચાણ કર્યુ.
તેવી જ રીતે તેણે જે કાચો માલ એટલે કે RAW MATERIAL વાપર્યુ હોય તેની કીંમત per unit આગલા વરસની સરખમણીમા ઓછી થઇ હોય અથવા તો ઓછી વધી હોય . દાખલા તરીકે આપણે જોયુ કે વહેચાણ કીંમત 20% વધારે થઈ તેમ કાચા માલની કીંમતમાં ફ્કત 10% નો જ વધારો થયો માટે co. નો નફો વધારે થઇ શકે છે. બીજુ આપણે જોયુ કે કેવી રીતે labour cost,power and electricity and fuel અને interest cost વગેરે માં બચત કરીને co. નફો વધારી શકે છે.
આપણે હવે બીજા મહત્વનાં કારણો જોઇયે જેનાથી આપણે co. નાં શેર લેવા કે વહેચવા તે નક્કી કરી શકીએ.
ઘસારો..( DEPRECIATION):આ એક ખર્ચ એવો છે જે કદાચ વધુ આવે તો કદાચ રાજી થવાય. કારણ કે ઘસારો એ actual ખર્ચ નથી પણ Asset નાં વપરાશ ઉપર લાગુ પડે છે. એટલે જ્યારે કોઇ નવી Asset co. એ લીધી હોય તો ઘસારો ખર્ચ વધી શકે છે. પણ એનો મતલબ એમ પણ થાય કે નવી મશીનનાં કારણે co. નું (Production ) ઉત્પાદન વધશે અને Wastage અને Labour cost ઘટશે. અને માલની ગુણવંતા વધશે જેના કારણે co. નો નફો વધશે..
બીજુ આપણને દર ત્રણ મહીને co. share holder (શેરધારક) નું list આપે છે . તેમાં જો promoter એટલે કે co. જેમણે ઉભી કરી અને ચલાવે છે તેમનું શેર હોલ્ડીંગ વધ્યું તો તે સારુ.. કારણ co. ને promoter થી વધારે સારી રીતે કોણ ઓળખે ? માટે તે લોકો જ્યારે co. નાં future ઉપર વિશ્વાસ હોય ત્યારે પોતાનાં શેર co. માં વધારે છે.
તેમજ જ્યારે કોઇ promoter share ગીરવે મુકે તો તે ખરાબ કહેવાય જે ધ્યાનમાં રાખવુ..
ક્યારેક કોઇ એક વખતનાં માટે co. ને નફો કે નુકશાન થતુ હોય છે જેમકે કોઇ જગ્યાનું વહેચાણ કર્યુ હોય તો કદાચ મોટો નફો આવે પણ તે ધ્યાનમાં રાખવુ કે તે એક જ વાર આવશે માટે લાંબા ગાળામાં શેર ખરીદવા માટે આવો નફો બાદ કરવાનું અને પછી ગણતરી કરીને લેવા.
કદાચ કોઇ કારણસર co. ને મોટુ નુકશાન આવે જેમ કે ગયા વરસે બધી commodities નાં ભાવ એકદમ તુટી ગયા હતા તો co. માં જે ઉંચા ભાવનો કાચો માલ હતો તેમાં co. ઓ ને નુકશાન ગયુ હતુ. પણ જો આ નુકશાન ક્યારેક થાય તેવુ હોય તો તેને બાદ કરીને શેર લેવાની ગણતરી કરવી કારણ કે સારા શેર આવા વખતે ગણા સસ્તા મળી જતા હોય છે.
સૌથી અગત્યનું આ બધી વાતો તો ભુતકાળની થઇ જે આપણે જોઇ પણ સૌથી અગત્યની વાત તો ભવિષ્ય જોઇ શકીએ તો આપણે ભવિષ્યમાં જે co. વધારે નફો કરશે તેના શેર આજે સસ્તામાં મળી શકે. આ આપણને co. નાં Notes માં જાણવા મળશે. જે દરેક Result માં છેલ્લે હોય છે.
એમાં ક્યારેક એમ હોય કે કોઇ નવો Plant આવતા ૨ કે ૩ મહિનામાં શરુ થવાનો હોય.
અથવા તો એમ હોય કે Maintanence નાં કારણસર co. એ ૨૦ દિવસ મશિન બંધ રાખ્યા હતા તો તેવા કારણે એટલા દિવસનો નફો ઓછો આવ્યો હોય પણ પછી સુધારા વધારા કર્યા પછી નફો વધારે આવે. માટે નફાની ગણતરી માં આ વાતોનું ધ્યાન રાખવાનું..
હમણા Annual Report બધી co. ઓ ના આવે છે . તેમાં Director Report , Management Analysis વાંચવાથી પણ co. ની ભવિષ્યની યોજનાનો અણસાર આવે છે.
આમ આ બધી વાતો માં એ જ ધ્યાન રાખવાનું કે દરેક વખતે co. નો નફો વધશે કે ઘટશે..?
આપણે આવક , ખર્ચ વગેરે આગલા વર્ષનાં તે જ વખતના આંકડા સાથે સરખાવાનુ એટલે કે march 2010 નાં આંકડા march 2009 સાથે સરખાવાનાં ..
આ સાથે આપણે જોવાનું કે
1)Dividend ..
co. કેટલા ટકા Dividend આપે છે . એટલે શેર દીઠ કેટલા Rs. આપે છે . સાથે છેલ્લા ૫,૧૦ વર્ષ માં Regular Dividend આપે છે ? નફાનો કેટલા ટકા Dividend રૂપે share ઘારકોને આપે છે.
બે વસ્તુ એવી છે કે જેમાં co. એ પૈસા બહાર આપે છે . એક છે Tax અને બીજુ Dividend, માટે જ્યારે co. વાળા નફો દર વર્ષે વધારે ને વધારે બતાવતા હોય પણ Tax કે Dividend વધતો ન હોય તો તે શેરમાં સાવધાની રાખવી.સારી co. નાં શેર લેવાથી હર વર્ષે Dividend રૂપી આવક થાય છે. જે વખતો વખત વધારતા હોય છે . જે મોંઘવારી સામે આવક વધતી હોય છે .
2)Book Value.
co. દર વર્ષે જે નફો કરે અને Dividend આપ્યા બાદ જે નફો વધે છે તે Reserve માં જમા કરે છે . આમ Equity, Capital + reserve એ બન્ને મળીને Book Value થાય છે. દાખલા તરીકે co. ની Equity 1cr હોય તેની face value એટલે કે એક શેરની કીંમત 10 Rs. હોય એટલે ૧૦ લાખ શેર થયા. જ્યારે reserve માં પણ એક કરોડ Rs હોય તો તેની એક શેરની Book Value
1 cr Equity +1 cr Reserve = 2 cr..ભાગ્યા 10,00,000 share એટલે એક શેરની Book Value 20 Rs થાય..
ક્યારેક બજાર કીંમત Book Value કરતા ઓછી હોય તો ધ્યાનમાં રાખવાનું. આમાં જુની co. હોય તો તેની Book Value હોય તેના કરતા વધારે તેની Asset ની Value એટલે કે જમીન, મશીન વગેરેની કીંમત થઈ શકે છે.
અને જ્યારે નવી co. હોય અને Face Value + Premium માં issue આપ્યાં હોય તો Reserve વધી જાય પણ સાથે Book value પણ વધી જાય. તેની કીંમત શેરનાં ભાવની ગણતરી કરતી વખતે ઓછી રાખવાની. કારણ કે પૈસા ધંધા માથી નથી કમાણા..પણ Premium નાં આવ્યા છે.
3) E.P.S......EARNING PER SHARE
એટલે કે એક શેર દિઠ co. એ કેટલો નફો કર્યોં. એટલે કે જેટલો Net profit થાય . બધા ખર્ચા,Tax ને બાદ કરીને એને Total No.Of share થી ભાગાકાર કરીને જે આવે તેને E.P.S કહેવાય .. ઘણીવાર ઘસારાને આ નફામાં જોડીયે તો તે C.E.P.S કહેવાય..CASH EARNING PER SHARE..
4) P.E . RATIO...
PRICE EARNING RATIO = market price DIVIDED by E.P.S
એટલેકે co. નાં નફાનાં કેટલા ગણા પૈસા થાય એટલે કે એક co. આટલો જ નફો દર વર્ષ કરે તો તે કેટલા વર્ષ પછી પાછા મળે. આ Ratio એટલા માટે important છે કે આપણા એક શેરના માટે વધારે પૈસા નથી આપતા ને ?
જેમ આપણે એક દુકાન લઈયે અને વિચારીએ કે આપણું રોકાણ પાછુ મેળવતા કેટલા વર્ષ થાશે. તેવી રીતે જો આપણે ૧૦ નાં કે તેનાથી ઓછા P.E માં કોઇ શેર લઇએ તો તે બરોબર. પણ વધારે P.E માં લેવાથી તે Risky થઇ જાય છે . ઘણી Growth વાળી co. ઓ ના p.e Ratio ઉંચા હોય છે. કારણકે તે co. દર વર્ષે વધારે ને વધારે નફો કરતી હોય છે . આ co. ઓ નવા મશીન , નવી Factory , નીત નવી Product બજારમાં મુકતા હોય છે . જેના કારણે તેમનાં નફા હંમેશા વધતા હોય છે . અને ઘણી Cyclical co. ઓ હોય છે.તેને ઓછા P.E આપવા જોઇએ જેમકે શીપીંગ ,Iron ore , Sugar,copper, cement વગેરે એટલે કે મોટા ભાગની commodity ની co. ઓ ,આ co. ઓ ની એક ખાસીયત એ હોય છે કે ક્યારેક આ co. ઓ ખૂબ નફો કરતી હોય છે અને ક્યારેક Demand માં ન હોવાના કારણે તેના product નાં ભાવ તુટી જતા હોય છે ત્યારે તે નુકશાની પણ કરતી હોય છે . માટે p.e Ratio ને ખૂબ ધ્યાન આપવુ..